કારણ આપો : ઍલ્યુમિનિયમ ખૂબ જ પ્રતિક્રિયાત્મક ધાતુ છે તેમ છતાં રસોઈનાં વાસણો બનાવવા માટે વપરાય છે.
નીચેના પૈકી કઈ પદ્ધતિ લોખંડની સાંતળવાની તવી (Frying Pan)ને કાટ લાગવાથી અટકાવી શકે છે ?
$(i)$ સોડિયમ, ઑક્સિજન અને મૅગ્નેશિયમ માટે ઈલેક્ટ્રોન-બિદુની રચના લખો.
$(ii)$ ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણ દ્વારા $Na_2O$ અને $MgO$ નું નિર્માણ દર્શાવો.
$(iii)$ સંયોજનોમાં કયાં આયનો હાજર છે ?
એવી બે ધાતુઓ જે મંદ ઍસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે અને બે ધાતુઓ જે આમ ન કરી શકતી હોય તેમનાં નામ આપો.
પ્રત્યુષે સ્પેચ્યુલા પર સલ્ફર પાઉડર લીધો અને તેને ગરમ કર્યો. નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેણે તેની ઉપર કસનળી ઊંધી રાખીને ઉત્પન્ન થતો વાયુ એકત્ર કર્યો.
$(a)$ વાયુની અસર
$(i)$ શુષ્ક લિટમસ પેપર પર શી થશે ?
$(ii)$ ભેજયુક્ત લિટમસ પેપર પર શી થશે ?
$(b)$ પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો.
ધાતુને તેના ઑક્સાઇડમાંથી મેળવવા માટે કઈ રાસાયણિક પ્રક્રિયા વપરાય છે ?